News of Thursday, 21st August 2025
અમદાવાદ બાદ ભુજમાં વિદ્યાર્થીઓ બાખડ્યા: ૧૧ ધોરણના વિદ્યાર્થીએ મિત્રો સાથે હુમલો કરતા ૧૦ માં ધોરણનો છાત્ર લોહી લુહાણ :જુઓ વિડીયો
ધોરણ ૧૧ ના વિદ્યાર્થીએ અન્ય ૧૦ જેટલા મિત્રો સાથે મળી પંચ અને કડાથી હુમલો કરી લોહીલુહાણ કરી દીધો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : અમદાવાદમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની કરાયેલી હત્યાએ સમગ્ર રાજ્યમાં ચકચાર સર્જી છે. શૈક્ષણિક જગતમાં પણ ખળભળાટ સર્જતા આ બનાવ બાદ હવે ભુજમાં પણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ભુજની વી.ડી.હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ધોરણ ૧૧ ના વિદ્યાર્થીએ અન્ય ૧૦ જેટલા મિત્રો સાથે મળી પંચ અને કડાથી હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો
વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલા થયેલી બોલાચાલી બાદ આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. શાળાના આચાર્ય બ્રિજેન ઠક્કરે આ મામલે વાલીઓને જાણ કરી હોવાનું જણાવ્યું હતું. આ બનાવની હજી સુધી પોલીસ ચોપડે નોંધ નથી.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
