<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ભૂજમાં બે વિદ્યાર્થી વચ્ચે લોહિયાળ જંગ, પંચ અને કડાથી હુમલો કરાયો

ભુજ શહેરની વીડી હાઈસ્કૂલમાં બન્યો બનાવઃઅગાઉ બે વિધાર્થી વચ્ચે થયેલ ગાળાગાળી અને મનદુઃખ રાખી હુમલો કરવામાં આવતા સમગ્ર કચ્છમાં ચકચાર

ભુજ, તા.૨૧:સેવન્થ ડે સ્કુલ બાદ ભુજની વીડી હાઈસ્કૂલના બે વિધાર્થી વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ હતી જેમાં અગાઉ બે વિધાર્થી વચ્ચે થયેલ ગાળાગાળી અને મનદુઃખ રાખી હુમલો કરવામાં આવતા સમગ્ર કચ્છ ભરમાં ચકચાર મચી જવા પામી છે. આ મારામારીની ઘટનામાં ભુજની વીરજી દેવશી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ધો. ૧૧ અને ૧૦ ના વિધાર્થી વચ્ચે બબાલ સર્જાઈ હતી. જેમાં ધોરણ. ૧૦ના વિધાર્થીને માર મારવામાં આવ્યો હતો.

આ બનાવમાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ એક વિદ્યાર્થી પર ગંભીર પ્રકારનો હુમલો કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ આ શાળાના વિદ્યાર્થીએ હાથમાં પહેરવાના પંચ અને કડા વચ્ચે અન્ય વિદ્યાર્થી પર હુમલો કરતા માથાના ભાગે લોહી લુહાણ થતાં વિધાર્થીને માથા ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં ૧૦થી વધુના વિદ્યાર્થીના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે શાળાના આચાર્ય પુછતા તેઓએ આ બનાવને સમર્થન આપી. આ ઘટનાને ગંભીર ગણાવી હતી. ભુજ શહેરની વીડી હાઇસ્કૂલના આચાર્યએ બંને વિધાર્થીના વાલીને શાળાએ બોલાવી માફી પત્ર લખાવી સમજાવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 

(8:05 PM IST)