<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની સફળતા :જામીન પરથી ફરાર થયેલા કેદીઓને નેપાળના પોખરાથી ઝડપી લીધા

મહુવા બળાત્કાર કેસના પાકા કામના કેડી ઝહીર રાજાણી અને ગુજસીટોક કેસના કાચા કેડી કાસીમ ગોવાણી યુપીમાં છુપાઈને નેપાળ ભાગ્યા હતા : બાતમીના આધારે ઓપરેશન ચલાવી બંનેને ઝડપી લેવાયા

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે, નેપાળના પોખરામાંથી વચગાળાના જમીન પરથી ફરાર થેયલા બે કેદીઓને ઝડપી લીધા છે 

  પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલએ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓને પકડી પાડવા માટેની કામગીરી કરવા ખાસ સુચના આપેલ.
ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ આરોપીઓ/કેદીઓને પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતાં. તે દરમ્યાન પેરોલ ફર્લો પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, મહુવા પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૭ માં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ પાકા કામના કેદી નંબર- ૪૭૩૯૪ જાહીર અબ્બાસઅલી રાજાણી રહે.વોરાવાડ, હુસેની ચોક મહુવા જી. ભાવનગરવાળાએ વચગાળાના દિન-૧૦ ના જામીન મેળવી તથા નિલમબાગ પો.સ્ટે.માં દાખલ થયેલ ગુજસીટોકના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ કાચા કામના કેદી નંબર-૩૮૦/૨૫ કાશીમ શૌકતઅલી ગોવાણી રહે. ખોજાવાડનો ડેલો આંબાચોક ભાવનગરવાળાએ દિન-૦૭ વચગાળાના જામીન મેળવી રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર નહી થઇ બંને ફરાર થયેલ અને હાલ તે બંને આરોપીઓ ઉતરપ્રદેશના ગોરખપુર ખાતે હોવાની અત્યંત ગોપનીય માહીતી મળતા ત્યાં જઇ તપાસ કરતા આરોપીઓ નેપાળના પોખરા શહેર ખાતે નાશી ગયેલ હોય જેથી તુરંત પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નેપાળના પોખરા ખાતેથી સ્થાનીક પોલીસની મદદ તથા સહયોગ મેળવી બંને આરોપીઓને હસ્તગત કરી ભાવનગર ખાતે લાવી જરૂરી પુછપરછ કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.

(9:58 PM IST)