<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મોરબીમાં કાલે શુક્રવારે વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા.

સવારે 10:30 કલાકે ઓમશાંતિ સ્કુલ ગ્રાઉન્ડ, સરદારબાગ સામે પ્રતિક ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આવતીકાલે શુક્રવારે વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાનાર છે. જે અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયુ છે કે "વોટ ચોર ગાદી છોડ"ના નારા સાથે વોટ ચોરી વિરુદ્ધમાં અવાજ ઊઠાવવા તા. રરને શુક્રવારના સવારે 10:30 કલાકે ઓમશાંતિ સ્કુલ ગ્રાઉન્ડ, સરદારબાગ સામે પ્રતિક ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાશે. જેમાં પધારવા લોકોને આહવાન છે.

(10:14 PM IST)