News of Thursday, 21st August 2025
રિક્ષાનું ટાયર ફાટી જતાં રીક્ષા ચાલકનો ભોગ લેવાયો
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરની ઘટનાઃરીક્ષા નાની બાણુંગાર ગામના પાટીયા પાસે પહોંચતા અચાનક રીક્ષાનું પાછલું ટાયર ફાટ્યું હતું

જામનગર, તા.૨૧
જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતો અને મજુરી કામ કરતો અલીઅસગરભાઈ ગલીભાઈ ભાયા નામનો યુવાન ગત ૧૫.૬.૨૦૨૫ ના સવારે ૧૦.૦૦ વાગ્યાના અરસામાં પોતાની જીજે ૧૦-ટી.ઝેડ ૨૯૭૧ નંબરની સીએનજી રીક્ષા લઈને જામનગરથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો, જ્યારે રીક્ષામાં તેના બે મિત્રો પણ બેઠા હતા. જે રીક્ષા નાની બાણુંગાર ગામના પાટીયા પાસે પહોંચતા અચાનક રીક્ષાનું પાછલું ટાયર ફાટ્યું હતું.જેના કારણે રીક્ષા પરનો કાબુ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતના ગંભીર પ્રકારની ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
