<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ભાવનગરના પાલીતાણામાં ધર્મશાળામાં સાત શખ્સોએ યુવાન ની હત્યા કરી

હત્યા નીપજાવી રીક્ષામાં લઈ જઈ પાલીતાણા-સોનગઢ વચ્ચેના અવાવરૂ સ્થળે ફેંકી નાસી છૂટ્યા

ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી વિસ્તારમાં આવેલી એક ધર્મશાળામાં સાત શખ્સોએ સિહોરના યુવાન સાથે થયેલી માથાકૂટમાં શાકભાજી કાપવા માટેના પાટલા અને ધોકાના ઘા ઝીંકી તેમજ ઢીંકાપાટુનો માર મારી તેની હત્યા નીપજાવી રીક્ષામાં લઈ જઈ પાલીતાણા-સોનગઢ વચ્ચેના અવાવરૂ સ્થળે ફેંકી નાસી છૂટ્યા હતા. દરમિયાન સોનગઢ પોલીસ આરોપી શખ્સોને ઉપાડી લીધા છે.

ખુન નવઆ બધા અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી વિસ્તારમાં આવેલી ચેન્નઈ ભવન ધર્મશાળા ખાતે કામ કરતા અવિનાશ રાજુ શિંગઉ. વ. ૪૫ને સુરતના કામરેજ વિસ્તારના રાજુ અજિતભાઈ રાઠોડ, સોનુ, સાહીલ, સેટિંગ ઉર્ફે અર્જુન પટેલ, મહંમદ આઝાદ ઉર્ફે જયદીપસિંહ, ગંગેશકુમાર ઉર્ફે પ્રદીપ શ્રીરામ પ્રકાશ તેમજ વિજય બાબુભાઇ પ્રજાપતિએ ગઈ તા. ૧૨-૦૮ના રોજ માથાકૂટ કરી ઉશકેરાઈ જઈ શાક-ભાજી કાપવા માટેના પાટલા અને ધોકાના ઘા ઝીંકી તેમજ તમામે ઢીંકાપાટુનો માર મારી તેની હત્યા નીપજાવી રીક્ષામાં નાખી પાલીતાણા-સોનગઢ વચ્ચે અવાવરૂ સ્થળે ફેંકી નાસી છૂટ્યા હતા.
દરમ્યાન અવિનાશ રાજુશીંગનો મૃતદેહ પડ્યો હોવાની સોનગઢ પોલીસને જાણ થતા સ્થળ પર દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં અવિનાશ રાજુશિંગની હત્યા કરાઈ હોવાનું ખુલતા તપાસનો ધમધમાટ હાથ ધરતા ઉપરોક્ત તમામ શખ્સોએ હત્યા નીપજાવ્યાનું સામે આવતા સોનગઢ પોલીસ મથકના પોલીસ સબઇન્સ્પેક્ટર બી. બી. સોંલકીએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ નોંધાવતા પાલીતાણા ટાઉન પોલીસે તમામની ધરપકડ કરી હતી

(11:35 PM IST)