News of Friday, 22nd August 2025
ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવાની માંગણી સાથે ભૂજના એકલધામના મહંત દેવનાથ બાપુની ઉપવાસ આંદોલનની જાહેરાત
25 ઓગસ્ટથી ઉપવાસ આંદોલન ભુજ કલેક્ટર કચેરી સામે ધરણાં સાથે શરૂ કરાશે : આંદોલનમાં સાધુ-સંતો પણ જોડાશે]

ભુજ : ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવાની માંગણી સાથે ભૂજના એકલધામના મહંત દેવનાથ બાપુ દ્વારા ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનમાં સાધુ-સંતો પણ જોડાશે અને આગામી 25 ઓગસ્ટથી ઉપવાસ પર ઉતરશે. દેવનાથ બાપુએ જણાવ્યું કે આ ઉપવાસ આંદોલન ભુજ કલેક્ટર કચેરી સામે ધરણાં સાથે શરૂ કરવામાં આવશે.
આ માંગણીને દ્વારકા પીઠના શંકરાચાર્ય સજાનંદજી મહારાજે પણ પોતાનું સમર્થન આપ્યું છે, જેના કારણે આ આંદોલનને વધુ વેગ મળ્યો છે. આ આંદોલન સરકાર પર ગાયના સંરક્ષણ અને સન્માન માટે કાયદાકીય પગલાં ભરવા માટે દબાણ લાવવાનો પ્રયાસ છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
