<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ગીરગઢડાના પાતાપુરમાં વરસાદી માહોલમાં સિંહણના આંટાફેરા : લોકોમાં ભયનો માહોલ

સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જોવા મળતી સિંહણ ગામમાં ઘૂસી આવતા લોકોમાં ચિંતા વધી

ગીરગઢડા તાલુકાના પાતાપુર ગામમાં એક સિંહણ ગામની શેરીઓમાં આંટાફેરા કરતી જોવા મળી હતી. વરસાદી વાતાવરણમાં સિંહણની આ લટારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જોવા મળતી સિંહણ ગામમાં ઘૂસી આવતા લોકોમાં ચિંતા વધી છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સિંહણને ફરી જંગલ વિસ્તારમાં ખસેડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. આ ઘટના ફરી એકવાર માનવ વસાહત અને વન્યજીવોના સંઘર્ષનો મુદ્દો સામે લાવે છે.

(12:40 AM IST)