News of Friday, 22nd August 2025
જામનગર માં પર્યુષણ પર્વ ના પ્રારંભે નગરના ઝળહળતા દેરાસરો માં પ્રભુ ને દિવ્ય આંગી, વ્યાખ્યાન,પ્રતિક્રમણ સહિત ના ધર્મોત્સવ
જૈન ધર્મના લોકો માટે તપસ્યાનો આરંભ : અર્ધ શેત્રુંજ્ય નું બિરૂદ ધરાવતા જામનગર માં પણ દેરાસરો, ઉપાશ્રયો માં વિવિધ ધાર્મિક આયોજનો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૨ : જામનગરમાં જૈન નો ના મહાપર્વ કહેવાતા પર્યુષણનો ગઈકાલથી આરંભ થતા ની સાથે જ જૈન ધર્મના લોકો માટે તપસ્યાનો આરંભ થયો છે. અર્ધ શેત્રુંજ્ય નું બિરૂદ ધરાવતા જામનગર માં પણ દેરાસરો, ઉપાશ્રયો માં વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર રૌશનીથી ઝળહળી રહ્યું છે. ગઈકાલે પર્યુષણ પર્વના પ્રથમ દિને પ્રુભૂ ને દિવ્ય આંગી કરવામાં આવી હતી, જેના અલૌકિક દર્શનનો લાભ લઈ ભક્તો ધન્ય થયા હતાં. આ ઉપરાંત જ્યોતિવિનોદ ઉપાશ્રયમાં પંન્યાસજી ગીતાર્થરત્નવિજયજી મહારાજની નિશ્રામાં સમગ્ર પર્વ દરમિયાન પ્રતિદિન વ્યાખ્યાન તથા સમૂહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે.
ગઈકાલે પ્રથમ દિને ઘી ની બોલી પણ બોલવામાં આવી હતી. ચાંદીબજારના દેરાસરો ઉપરાંત પેલેસ દેરાસર, પાર્શ્વનાથજી દેરાસર સમેત શિખરજી, ઓશવાળ કોલોની તથા કામદાર કોલોનીના દેરસારોમાં પણ ભગવાનને દિવ્ય આંગી અર્પણ કરવામાં આવે છે તથા પ્રતિદિન વિવિધ ધર્મોત્સવ યોજાઈ રહ્યા છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
