<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ભાવનગર ધોલેરા નવી રેલવે લાઇનને મંજૂરી : 65 કિલોમીટરની નવી નખાશે રેલ લાઈન

ભાવનગરથી 65 કિલોમીટર લાંબી રેલવે લાઇનને મંજુર થતા બહુ મોટો ફાયદો થશે

ભાવનગરને કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા મોટી ભેટ મળી છે. ભાવનગર ધોલેરા નવી રેલવે લાઇનને મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય મંત્રી નિમુબેનના પ્રયત્નોને  સફળતા મળી હોવાનું ભાવનગરમાં ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાવનગરથી 65 કિલોમીટર લાંબી રેલવે લાઇનને મંજુર કરવામાં આવી છે. ભાવનગરને ધોલેરા વચ્ચે રેલવે લાઈન નખાતા બહુ મોટો ફાયદો થશે. થોડા દિવસો પહેલાજ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ભાવનગર મુલાકાત બાદ મંજૂરી અપાઈ છે.

(12:12 PM IST)