<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

માંગરોળ મશીન પોલીસ દ્વારા ખરાબ વાતાવરણમાં પણ ફિશિંગ કરવા ગયેલા પાંચ માછીમારોને બચાવાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૨: ખરાબ વાતાવરણમાં પણ ફિશિંગ કરવા ગયેલા ૫ માછીમારોને બચાવી લેવામાં આવ્‍યા હતા પરંતુ આ માછીમારો ગેરકાયદેસર માછીમારી કરવા ગયા હોય જેથી તમામની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

માંગરોળ પાસે શેરીયાજ બારાના દરિયામાં માછીમારો સાથેની હોડી ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે ફસાઈ ગઈ હતી. જેની જાણ થતા માંગરોળ મરીન પોલીસ, ટાસ્‍ક ફોર્સના સ્‍ટાફે દરિયાઈ વિસ્‍તારમાં પેટ્રોલિંગ ગોઠવી અને ફસાયેલ હોડીની બચાવ કામગીરી હાથ ધરી હતી.

વાતાવરણ અનુકૂળ થતાં ફસાયેલ હોડી સાથે વલસાડ જિલ્લાનો વતની પોરબંદરનો માછીમાર સુરેશ છોટુભાઈ પટેલ, મૂળ સુત્રાપાડાનો અમરીક લખમભાઈ ડાલકીવાળા, મૂળ જાફરાબાદનો શંકર કાના બારૈયા, દિલીપ બાવાભાઈ વંશ અને ઉમરગામનો વતની અને હાલ પોરબંદર રહેતો માછીમાર ભગવાનજી દલુભાઈ માછીને બચાવી માંગરોળ બંદર નવી ગોદી ખાતે લાવવામાં આવ્‍યા હતા.

પૂછપરછમાં પોરબંદરના હિતેશ માવજીભાઈ લોઢારીની માલિકીની શક્‍તિ સાગર નામની હોડી માછીમારી કરવા માટે ખરાબ વાતાવરણ હોય છતાં દરિયામાં લઈ ગયા હોવાનું જણાવ્‍યું હતું પાંચેય માછીમારો ૧૯ ઓગસ્‍ટથી ૨૩ ઓગસ્‍ટ સુધી દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ દરિયામાં ગેરકાયદેસર ફિશિંગ કરવા ગયા હોવાનું પણ ખુલ્‍યું હતું.

આથી તમામની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(11:35 AM IST)