News of Friday, 22nd August 2025
જામકંડોરણાના રાયડીના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ
ત્રિદિવસીય મહોત્સવમાં ગામના દરેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં તાલુકાના રાયડી ગામે નવનિર્મિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો આ મહોત્સવ પ્રસંગે પ્રથમ દિવસે વાજતે ગાજતે નગરયાત્રા નીકળી હતી જેમાં સમસ્ત ગામના વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને યજ્ઞમાં સદાશીવ પૂજન તથા સ્થાપિત દેવતા પૂજન-ભુદેવો દવારા કરાવવામાં આવ્યું હતું અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી રામેશ્વર મહાદેવ તેમજ માતાજી પાર્વતિજી, ગણપતિદાદા, હનુમાનજી દાદા,ગંગાજી, નંદિ ભગવાન, કાળ ભૈરવ દાદા, નિલકંઠ મહાદેવ, ઘંટેશ્વર મહાદેવ સહિતના દેવોની આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિરના મુખ્ય દાતાશ્રી અને મુખ્ય યજમાન રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા પરિવારે હાજરી આપી હતી તેમજ આ પ્રસંગે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડિરેકટર લલીતભાઈ રાદડીયા, જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, અગ્રણી હરસુખભાઈ પાનસુરીયા, ચંદુભા ચૌહાણ સહિતના અનેક આગેવાનો તેમજ ગામના તમામ લોકોએ હાજરી આપી હતી અને આ અનેરા મહોત્સવમાં મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે અંતિમ દિવસે ગામ સમસ્ત દરેક લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું લોકોએ તેમજ મહેમાનોએ ભાવથી પ્રસાદ લીધો હતો આ ત્રિ દિવસીય કાર્યક્રમને દિપાવવા રાયડી ગામના યુવાનો તેમજ કાર્યકોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર- અહેવાલઃ મનસુખ બાલઘા, જામકંડોરણા)(૨.૪)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
