<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

જામકંડોરણાના ખાટલી ગામના રાજુ બામણીયાનું બાઇક સ્‍લીપ થતાં મોત

વાડીએથી મજૂર લેવા ગોંડલ ગયો હતોઃ પરત આવતી વખતે ફોફડના પૂલ પાસે બનાવઃ રાજકોટની હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું

રાજકોટ તા. ૨૨: જામકંડોરણાના ખાટલી ગામે રહી ખેત મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના યુવાનનું ગોંડલથી ખાટલી જતી વખતે રસ્‍તામાં ભાદર નદી નજીક ફોફડના પૂલ પાસે બાઇક સ્‍લીપ થઇ જવાથી મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ખાટલી ગામે જેન્‍તીભાઇ ગોરધનભાઇ વાગડીયાની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતો મધ્‍યપ્રદશેનો રાજુ સંતોષભાઇ બામણીયા (ઉ.વ.૧૯) પરમ દિવસે બાઇક લઇ ગોંડલ મજૂરને લેવા ગયો હતો. મજૂર સાથે વાત કર્યા બાદ તે પરત ખાટલીગામે આવતો હતો ત્‍યારે જામકંડોરણા નજીક ભાદર નદી પાસે ફોફડના પૂલ પર પહોંચ્‍યો ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને જામકંડોરણા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રકાશભાઇ સહિતે જાણ કરતાં જામકંડોરણા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રાજુ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. બનાવથી મજૂર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. (૧૪.૭)

(11:50 AM IST)