News of Friday, 22nd August 2025
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વરસાદ મોડો આવ્યો પરંતુ ૪ દિ'માં પ ડેમ છલકાવી દીધા
જામરાવલમાં જળબંબાકાર, ખંભાળીયા-પોરબંદર રોડ પાણી-પાણી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદ થોડો મોડો ચાલુ થયો જેથી જિલ્લાના તમામ ડેમો ખાલી હતા. પરંતુ છેલ્લા ચાર દિવસથી ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળીયા પંથકમાં મેઘરાજાની સટાસટીથી જિલ્લાના પાંચ ડેમો છલકાયા છે.
દ્વારકા જિલ્લાના ભાણવડનો વેરાડી-૧, ડેમ, સોનમતી ડેમ, કલ્યાણપુરનો સિંઘણી ડેમ, ખંભાળીયાનો કંડોરણા ડેમ તથા મહાદેવીયા ડેમ છલકાઇ ગયો છે.
જયારે વર્તુ-૧ ડેમ ૯૦ ટકા ઉપરાંત ભરાઇ ગયો છે. તો શીગ ભાડથરી ડેમ ૮૬ ટકા, અને ગઢકી ડેમ ૮૦ ટકા ભરાયો છે. ખંભાળીયા શહેર તથા રર ગામોની પાણી યોજનાના આધાર ઘી ડેમમાં હજુ ૬ર ટકા પાણી જ આવ્યું છે. ર૦ માંથી બાર ફુટ જેટલો ભરાયો છે.
બે દિવસથી જામરાવલ પંથકમાં પાણી...પાણી.. સાથે ભારે વરસાદ પડતા ત્રણ તરફથી આવતી નદીઓ ડેમોનું પાણી તથા સાની ડેમના પાટીયા ના થાય હોય ખુલ્લો હોય ચારે તરફ નદીઓની સ્થિતિ સર્જાઇ હતી તો ર૦-૮ ના ખંભાળીયા, પોરબંદર રોડ પર અનેક સ્થળે પાણી ભરાઇ જતાં રોડ પરથી પાણી વહેતા થતાં કેટલાંક સમય નાના વાહનો માટે રસ્તો પણ પોરબંદરનો બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગયો હતો.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
