News of Friday, 22nd August 2025
દ્વારકાના પોૈરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે શનિ અમાવસ્યાએ છપ્પનભોગ મનોરથનું ભવ્ય આયોજન
દેવાધિદેવને મહાકાલ શૃંગારઃ એલ.આર. ગૃપનું આયોજન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.રરઃ દ્વારકાના પૌરાણિક શિવાલયો પૈકીના શ્રીકળષ્ણકાળના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે આગામી તા.૨૩-૦૮-૨૦૨પ ને શનિવારના રોજ શ્રાવણી અમાવસ્યા નિમિત્તે દ્વારકાના મુન્નાભાઈ પાબારી તથા એલ.આર. પરિવારના સહયોગથી ભવ્ય છપ્પનભોગ મનોરથનું આયોજન કરાયું છે. સાંજથી રાત્રિ સુધી ચાલનારા છપ્પનભોગ મનોરથમાં સંધ્યા આરતી બાદ ભાવિકોમાં પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવનાર છે. એલ.આર.ગળપના સહયોગથી યોજાનાર છપ્પનભોગ મનોરથમાં દેવાધિદેવને મહાકાલ સ્વરૂપનો વિશિષ્ટ શળંગાર પણ યોજવામાં આવનાર છે. સમગ્ર ગ્રામજનો તથા બહારગામથી પધારતા ભાવિકોને આ દિવ્ય દર્શન તથા છપ્પનભોગ મનોરથનો લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
