<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ખંભાળીયાની ઘી નદી ઉકરળા તથા ગંદકીના ઢગલાથી ભરપૂર

ખંભાળીયા તા.રરઃ ઘી નદી પર કરોડોના ખર્ચે ધારાસભ્‍ય તથા રાજયમંત્રી મુળુભાઇ બેરાએ આધુનિક સગવડો વાળી રીવરફ્રન્‍ટ બગીચા મંજુર કર્યા છે ત્‍યારે આજની સ્‍થિતિમાં ઘી નદીએ મોટા ગંદકી અને કચરા અને ગાંડી વેલના ઉકરડા સમાન હોય આ નદીમાં રહેતું પાણી અનેક કુવા બોટના પાણીનો--ષાોત હોય તથા સબ વરસાદનું સ્‍થળ ઘી નદીની આવી દશા જોઇને લોકો ખુબ નારાજ થાય છે.

સામાન્‍ય રીતે અડધું ચોમાસુ વીતે ત્‍યાં સુધીમાં તો ખંભાળીયામાં ૪૦/૫૦ ઇંચ વરસાદ પડી ચુકયો હોય પણ આ વખતે માત્ર ૧૭ ઇંચ જ વરસાદ પડતા તથા ઘી નદીના પાટીયા ખુલ્‍યા હોય નદી તો ખાલી છે. અધૂરામાં પુરૂ આખી નદી ખાલી સ્‍થિતિમાં પણ ગાંડીવેલના ઢગલાથી ભરપૂર છે.

ઘી નદીમાં ઉપરવાસ ડેમ પણ ખાલી છે ત્‍યારે પાલિકા તંત્ર દ્વારા જેસીબી હિટાચી મશીનો રાખીને હાલ વરસાદ ઓછો છે ત્‍યારે નદીમાં સાફ સફાઇ કરવા માંગ કરાઇ છે. જેથી આગામી સમયમાં વરસાદ આવે તો ઘી નદી ભરાય જાય અને જળસ્ત્રોતો જીવંત રહે. જે નદી પર ૪૦/૪૫ કરોડની રીવરફ્રન્‍ટ યોજના બનવાની છે ત્‍યાં આવી ઉકરડાના ઢગલાની સ્‍થિતિ હોય તાકીદે નદીમાંથી ગંદકી સાફ કરવા માંગ કરવામાં આવી છે.

(1:26 PM IST)