<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

કચ્છભરના જૈન સમાજમાં તપ, જપની આરાધના સાથે પર્યુષણ પર્વની ઉજવણી

ભુજના મુનિસુવ્રત સ્વામી દેરાસરમાં હીરામોતી સાથેના આંગી દર્શન

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : પર્યુષણ પર્વની આરાધનાનો આજે ત્રીજો દિવસ છે. સમગ્ર કચ્છ જિલ્લાના જૈન સમાજ દ્વારા તપ, જપની આરાધનાનો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાને કરાતો શણગાર આંગી દર્શન તરીકે ઓળખાય છે. જૈન શ્રાવક શ્રાવિકાઓ જાતે જ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભગવાનની પ્રતિમાના આંગી શણગાર રચે છે. આ સિવાય ઉપાશ્રયોમાં જૈન સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રમાં તપ (ઉપવાસ) ઉપરાંત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન થાય છે. જેમાં નાના મોટા સૌ કોઈ ઉત્સાહ સાથે જોડાય છે. પર્યુષણ પર્વ એ આત્માનો શણગાર છે.


 

(6:06 PM IST)