News of Friday, 22nd August 2025
જાફરાબાદ અને ગીર સોમનાથના કુલ 11 માછીમારો હજુ લાપતા :દરિયામાંથી ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા : પરિવારમાં માતમ
જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા થયા હતા જાફરાબાદ દરિયામાંથી 33 નોટીકલ માઈલ દુર 3 મૃતદેહ મળ્યા

જાફરાબાદ :છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં 3 દિવસ પહેલાં 3 ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી, જેમાં 11 માછીમારો હજુ પણ લાપતા છે, જેમને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ સતત કામ કરી રહી છે. આ વચ્ચે કોસ્ટગાર્ડને 3 મૃતદેહો મળી આવ્યા છે.
જાફરાબાદ દરિયામાંથી 33 નોટીકલ માઈલ દુર 3 મૃતદેહ મળી હોવાના એહવાલો છે. જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા થયા હતા. માછીમારોના 3 મૃતદેહ મળી આવતા માછીમારોમાં માતમ છવાયો છે. કોસ્ટગાર્ડ દ્વારા મૃતદેહોને દરિયાકિનારે લઈ આવવા કવાયત હાથ ઘરવામાં આવી છે.
લાપતા થયેલા 11 માછીમારોની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન, શિયાળબેટની વધુ બે બોટ અને તેમાં સવાર 9 ખલાસીઓ સાથેનો સંપર્ક તૂટી જતાં નવી ચિંતા ઊભી થઈ હતી. આ બે બોટના નામ 'ધનવંતી' અને 'લક્ષ્મીપ્રસાદ' હતા. જોકે, આ બોટ અને ખલાસીઓ હેમખેમ મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
પહેલા 'ધનવંતી' બોટ અને તેના ખલાસીઓ મળી આવ્યા હતા અને તેમને પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 'લક્ષ્મીપ્રસાદ' બોટનો પણ સંપર્ક થઈ જતાં તેને પણ કિનારે લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
