News of Friday, 22nd August 2025
ગણેશ ઉત્સવને ધ્યાને લઇ જામનગર જિલ્લાના જળસ્ત્રોતોને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માર્ગદર્શક સૂચનો
થર્મોકોલનો ઉપયોગ ન કરતાં માત્ર ઇકો ફ્રેન્ડલી સામ્રગીનો ઉપયોગ કરવો.ગણેશ મંડળોએ “શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની” ના સુત્રને અનુસરીને નાની સાઈઝની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી.

જામનગર:આગામી સમયમાં ગણેશ ઉત્સવની ઉજવણી થનાર છે. મૂર્તિઓના વિસર્જન સમયે જળસ્ત્રોતો પ્રદુષણ મુક્ત રહે તે માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગર કચેરી દ્વારા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ,
પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓનો વપરાશ કરવો નહિ અને પાણીમાં સરળતાથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જ જળસ્ત્રોતોમાં વિસર્જિત કરવી. પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓના વિસર્જન બાદ થતાં પ્રદુષણથી જળ સૃષ્ટિને થતાં નુકશાનને ધ્યાને લઈને ગણેશ મંડળોએ જામનગર અને તેના જળસ્ત્રોતોને પ્રદુષણથી બચાવવા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના જ કરવી. મૂર્તિની બનાવટમાં તથા સાજ સજાવટમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક તથા થર્મોકોલનો ઉપયોગ ન કરતાં માત્ર ઇકો ફ્રેન્ડલી સામ્રગીનો ઉપયોગ કરવો.ગણેશ મંડળોએ “શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની” ના સુત્રને અનુસરીને નાની સાઈઝની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી. મુર્તિઓના રંગોમાં કેમીકલ્સનો ઉપયોગ કરવો નહિ તથા કુદરતી રંગો, મટીરીયલ્સનો જ ઉપયોગ કરવો. ફૂલ માળા, કપડા જેવી સાજ સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન કરવું નહિ.
“નદી-નાળા રાખીએ સાફ તો વિઘ્નહર્તા કરે માફ” ના સુત્રને અનુસરવા તેમજ જામનગર જિલ્લાની જનતાએ પર્યાવરણને નુકશાન ન થાય અને ગણેશ ઉત્સવની ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટેનો સંકલ્પ કરવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગર કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
