<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

મોરબીના ધોળેશ્વર સ્મશાનનો જીર્ણોધ્ધાર કરવા સંસ્થા અગ્રણીએ કલેકટરને રજૂઆત કરી

ધોળેશ્વર સ્મશાનનો જીર્ણોધ્ધાર કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ કલેકટરને રજૂઆત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં રાજાશાહી વખતનું ધોળેશ્વર સ્મશાન આવેલ છે જ્યાં મહાદેવનું મંદિર પણ છે જે સ્મશાનની હાલત દયનીય બની છે ત્યારે ધોળેશ્વર સ્મશાનનો જીર્ણોધ્ધાર કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ કલેકટરને રજૂઆત કરી છે

રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં રાજાશાહી વખતનું ધોળેશ્વર સમશાન આવેલ છે. આ સમશાન પાસે ધોળેશ્વર  મહાદેવનું મંદિર પણ આવેલું છે. અહીજ મોરબી સ્ટેટ નું સમશાન પણ આવેલ છે. તેમજ ગોસ્વામી સમાજનું સ્મશાન પણ અહી જ  છે. હાલમાં આ પુરાણું સમશાન સાવ જર્જરિત હાલતમાં થઇ ગયેલ છે. હાલમાં કોઈ માનવ સબ ને અગ્નિ સંસ્કાર દેવામાં હોય તો મુશ્કેલી પડી રહી છે.
આ સમશાનનું સંચાલન મોરબીની પાંજરાપોળ સંસ્થા હસ્તક છે. આ સમશાનનો ઉપયોગ મોરબીના ઘણા વિસ્તાર ના લોકો કરી રહ્યા છે. ત્યારે આ સમશાનનું આધુનિકરણ કરીને ગેસ આધારિત સમશાન બનવવામાં આવે  તેમજ એક પ્રાર્થના હોલનું આયોજન જો  મહાનગર પાલિકા  દ્વારા કરવામાં આવે તો ઘણા લોકોને આનો ઉપયોગ કરવામાં સરળતા રહે તેવું છે


 

(1:32 AM IST)