<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

કચ્છમાં છૂટો છવાયો અડધાથી ત્રણ ઇંચ વરસાદ: મીઠી, ગુવર ડેમ છલકાયા, બીટા ગામ પાસે પાપડી ધોવાતા રસ્તો બંધ : જુઓ વિડિઓ

જોકે અઠવાડીયાથી ભારે વરસાદની આગાહી અને છૂટો છવાયો ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ : તાલુકા મથકો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મોટા ઝાપટા સાથે વધુ વરસાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ :  હવામાનમાં ફેરફાર અને એક થી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અઠવાડિયાથી કચ્છમાં ભારે અને અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છૂટો છવાયો ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ૧૦ પૈકી ૭ તાલુકામાં વરસાદ છે. તાલુકા મથકો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મોટા ઝાપટા સાથે વધુ વરસાદ નોંધાયો છે. 

      ભુજમાં ઝરમર પરંતુ કાળા ડુંગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે નખત્રાણા અને અબડાસા, લખપત તાલુકામાં અડધા થી બે ઇંચ વરસાદ પડ્યો છે. એ જ રીતે માંડવી, મુન્દ્રામાં અડધા થી દોઢ ઇંચ જ્યારે ભચાઉમાં ઝરમર વરસાદ પડ્યો છે. દરમ્યાન અબડાસાના નલિયાના બીટા ગામ પાસે ધોધમાર વરસાદથી પાપડી તૂટી જતા નખત્રાણા સાથેનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે અબડાસાનો મીઠી ડેમ તેમ જ લખપતનો ગુવર ડેમ ઓવર ફ્લો થઈ ગયાના સમાચાર છે. આજે આઠમે દિવસે પણ કચ્છમાં વરસાદી માહોલ છે.

(9:32 AM IST)