હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 23rd August 2025
પત્નિ સનમ સાથે ઝઘડો થતાં જામગઢના ગણેશે ઝેર પીધું

રાજકોટ તા. ૨૩: રાજકોટના કુવાડવા તાબેના જામગઢ ગામે રહેતાં ગણેશ નવીનભાઇ વસાવા (ઉ.વ.૨૪) નામના યુવાને સાંજે હીરાભાઇની વાડીમાં ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
ગણેશને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તે મુળ ભરૂચનો વતની છે. હાલ પત્નિ, પરિવાર સાથે જામગઢ રહી ખેત મજૂરી કરે છે. તેણે જણાવ્યું હતું કે પત્નિ સનમ સાથે મજૂરી કરવા બાબતે બોલાચાલી થતાં માઠુ લાગી જતાં ઝેર પી ગયો હતો. (૧૪.૫)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
