News of Saturday, 23rd August 2025
અમાસ અને શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજીદાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર-ચોકલેટ અન્નકૂટ : જુઓ વિડિયો
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી

રાજકોટ તા.૨૩ : શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે અમાસ અને શનિવારના રોજ દિવ્ય વાઘા પહેરાવ્યા છે. તથા શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવાયો છે.મંદિરમાં ફુગ્ગાઓનુ શુશોભન કરાયું હતું.
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં હિંડોળા કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. તેની પૂર્આણાહુતી પણ કરવામાં આવી હતી. અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
હનુમાનજીને આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને 1 હજાર કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને આ શણગાર કરતાં સંતો અને ભક્તોને બે દિવસ થયા હતા. તો વૃંદાવનમાં એક અઠવાડિયાની મહેનત તૈયાર થયેલા વાઘા હનુમાનજીને પહેરાવ્યા છે. આજે બપોરે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવાશે અને તેની આરતી કરાશે.સાંજે ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતીનું આયોજન કરવામાં છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.23-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમોમાં દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ - ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન- શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યા હતા વગેરેનું દાદાના મંદિરમાં ભવ્ય આયોજન કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી એવં અથાણાવાળા સંતમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
