હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 23rd August 2025
જામનગરથી ઉજ્જૈન દર્શને ગયેલ પાંચ યુવાનોમાંથી એકનું મોત : એકની હાલત ગંભીર
કારમાં પંચર પડતા ટાયર બદલવા ઊતરેલા મિત પહેલાજાણીને કાળ બનીને આવેલા ટ્રકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો : કમલેશ હકાણી ઘાયલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગર થી શ્રાવણ માસ નિમિતે ઉજ્જૈન મહાકાલ મંદિર દર્શન કરવા ગયેલા જામનગરના ૦૫ સિંધી યુવાન મિત્રો ને અકસ્માત નડ્યો હતો. કાળ બની આવેલ ટ્રકે બે યુવકો ને હડફેટે લેતા એક નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. એક ઘાયલ સારવાર માં ખસેડ્યો છે.
દાહોદ ઉજ્જૈન ધોરીમાર્ગ પર ફોરવહીલ મોટરકાર માં પંચર પડતા ટાયર બદલવા ઊતરેલા મિત પહેલાજાણી અને કમલેશ હકાણી ને ત્યાંથી પસાર થતા ટ્રકે હડફેટે લેતા મિત નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને અન્ય કમલેશ હકાણી ઘાયલ થતા તેને સારવાર માં ખસેડાયો છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
