<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

વરસાદનું ઓરેન્‍જ એલર્ટ, જુનાગઢમાં દામોદર કુંડ, વિલીંગ્‍ડન, ડેમ અને જટા શંકર જવા પર પ્રતિબંધ

અનિચ્‍છનીય ઘટના ટાળવા માટે લોકોને સહયોગ આપવા કલેકટર અનિલકુમાર રાણાવસીયાની અપીલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૩: જુનાગઢ જિલ્લામાં અને ખાસ કરીને જૂનાગઢ શહેરમાં હાલની વરસાદની સ્‍થિતિ અને આજના ઓરેન્‍જ એલર્ટને કારણે, જિલ્લા વહીવટીતંત્રે જૂનાગઢમાં દામોદર કુંડ, વિલીંગ્‍ડન,  ડેમ અને જટાશંકર જવા પર આગળની સૂચના સુધી પ્રવેશ બંધ કરી દીધો છે.

કોઈપણ અનિચ્‍છનીય ઘટના ટાળવા માટે લોકોને સહયોગ આપવા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ અપીલ કરી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:16 PM IST)