News of Saturday, 23rd August 2025
પોરબંદરના નવનિર્મિત સબરજીસ્ટ્રાર કચેરીની મુલાકાત લેતા અર્જુનભાઇ મોઢવાડિયા
અર્જુનભાઇ સાથે કલેકટર એસ.ડી.ધાનાણી સાથે રહ્યા : નાગરિકો પાસેથી સુવિધા અંગે અભિપ્રાય સાંભળ્યા

પોરબંદર, તા. ર૩ : નવનિર્મિત સબરજીસ્ટ્રાર કચેરીની મુલાકાતે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા આવ્યા હતા. તેમની સાથે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી રહ્યા હતાં. ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણીએ કલેકટર કચેરી પરિસર પોરબંદર ખાતે નવનિર્મિત નોંધણી ભવન સબ રજીસ્ટાર કચેરીની મુલાકાત કરી હતી.
જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણી અને ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર કલેક્ટર કચેરીના પરિસરમાં નવનિર્મિત જિલ્લા નોંધણી ભવન સબ રજીસ્ટાર કચેરીની મુલાકાત કરી હતી તેમજ નવી વ્યવસ્થાઓ, કામગિરી વિશેની માહિતી મેળવી હતી અને નોંધણી માટે આવેલા નાગરિકો સાથે પણ સુવિધાઓ વિશે અભિપ્રાય મેળવ્યો હતો. વધુમાં દસ્તાવેજોની યોગ્ય જાળવણી થાય તે માટે જરૂરી યોગ્ય વ્યવસ્થાઓ કરવા પણ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
