<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

. ભેંસાણમાં 4 ઈંચ વરસાદથી સમગ્ર તાલુકો પાણીમાં તરબોળ : કોઝ-વે પાણીમાં ગરકાવ થતા કેટલાક ગામનો સંપર્ક તૂટ્યો

સતત વરસાદથી ઉબેણ નદી બે કાંઠે વહેતી: પરબધામમાં વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર

જુનાગઢમાં જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને વિસ્તારો જળમગ્ન બન્યાં છે  મેંદરડા, માણાવદર, કેશોદ બાદ હવે ભેંસાણ તાલુકાને વરસાદે બાનમાં લીધો હતો. ભેંસાણમાં 4 ઈંચ વરસાદથી સમગ્ર તાલુકો જાણે પાણીમાં તરબોળ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સતત વરસાદથી ઉબેણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. એટલું જ નહીં પરબધામમાં વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યાં છે. ગ્રામ્ય વિસ્તારોને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થતા કેટલાક ગામનો સંપર્ક તૂટ્યો હતો. જોકે બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે અને પાણી પણ ધીમેધીમે ઓસરવાની શરૂઆત થઈ છે

 

(7:47 PM IST)