<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

બોટાદના તાજપરમાં બે બાઈક સામસામે અથડાયા : કોન્સ્ટેબલ સહિત બેના મોત

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા

બોટાદ જિલ્લાના તાજપર ગામ પાસે બે બાઇક સામસામે અથડાતાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.  

    આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર બે યુવકોમાંથી એકની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તરીકે થઈ છે. ધર્મેન્દ્રસિંહ એક ફરજ પરના પોલીસકર્મી હતા અને તેમના અકાળે અવસાનથી પોલીસ પરિવાર અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય બાઇક ચાલકની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ બંને યુવકોનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  

(9:08 PM IST)