News of Saturday, 23rd August 2025
મોરબીના વાવડી રોડની પ્રજાપતિ પાર્ક સોસાયટીમાં રસ્તા અને લાઇટ પ્રશ્ને કમિશનરને રજૂઆત.
રહીશોએ રસ્તાની ખરાબ હાલત અને શેરીઓમાં સ્ટ્રીટ લાઇટો નાખવા મુદ્દે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડને આઈકોનિક રોડ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ ત્યાંની સોસાયટીના રોડ રસ્તાની હાલત ખરાબ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વાવડી રોડ પર આવેલી પ્રજાપતિ પાર્ક સોસાયટીના રહીશોએ રસ્તાની ખરાબ હાલત અને શેરીઓમાં સ્ટ્રીટ લાઇટો નાખવા મુદ્દે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓની સોસાયટીમાં ઈલેક્ટ્રીક થાંભલાઓ છે પરંતુ એક પણ લાઈટ ચાલુ હોતી નથી જેના કારણે રાત્રિના સમયે આવવા-જવામાં ખૂબ જ તકલીફ પડે છે. આ ઉપરાંત શેરીઓના રસ્તા પણ જર્જરીત હાલતમાં છે. ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે અને હાલ ચોમાસાના કારણે કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી કરવામાં આવે અને લાઈટો ફીટ કરીને લાઈટો ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
