<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ૧ કરોડથી વધુના ડ્રગ્સના જથ્થાનો નાશ : એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ લાકડીયા ગામે ખાનગી કંપની મા એનડીપીએસના મુદામાલનો નાશ ક૨વામા આવ્યો : જુઓ વિડિઓ

પાંચ પોલીસ સ્ટેશનના ૨૭ જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલ ગાંજો, ડ્રગ્સ, કોકિન, હિરોઈન, નેફેડ્રોન સહિત નશા કારક પદાર્થનો નાશ કરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :  આજરોજ લાકડીયા પોલીસ મથક વિસ્તાર મા આવેલ ખાનગી કંપની મા પૂર્વ કચ્છ પોલીસ મથકે નોંધાયેલા ૨૭ ગુના કે જે એનડીપીએસ ના હતા તે મુદામાલનો નાશ કરાયો હતો. એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ “નો ડ્રગ્સ ઇન ગુજરાત” અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝડપાયેલ ૧ કરોડથી વધુ રૂપિયાના ડ્રગ્સના મુદ્દામાલનો નિકાલ કરાયો હતો. પાંચ પોલીસ સ્ટેશનના ૨૭ જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલ ૧ કરોડ રૂપિયાથી વધુનો આ મુદ્દામાલ હતો. આ નાર્કોટિક્સ ડ્રગ્સમાં 

મુદ્દામાલ મા ગાંજો, ડ્રગ્સ, કોકિન, હિરોઈન, નેફેડ્રોન સહિત નો મુદ્દામાલ  સામેલ હતો. લાકડીયા ગામે આવેલ ખાનગી કંપનીમાં મુદ્દામાલનો નાશ કરાયો હતો.

આ કામગીરીમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા  એસઓજી પીઆઈ ડી.ડી. ઝાલા, લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજા તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(1:43 PM IST)