News of Monday, 25th August 2025
ઉપલેટા, કરમાળ, પીપળીયા અને શીશક ગામમાં દરોડા : તીનપતી રમતા ૩૦ શખ્સો ઝડપાયા
રૂરલ એલસીબીની ટીમે બે વાડીની ઓરડીમાંથી ૧૭ ને, ઉપલેટા પોલીસે પ અને કોટડાસાંગાણી પોલીસે ૮ ને દબોચ્યાઃ રૂા.૧.૯પ લાખની રોકડ કબ્જે

રાજકોટ, તા., ૨૫ : કોટડાસાંગાણીના શીશક ગામ પાસે બે વાડીની ઓરડીમાં, ઉપલેટામાં મકાનમાં અને કોટડાસાંગાણીના કરમાળ પીપળીયામાં રૂરલ એલસીબી, ઉપલેટા અને કોટડાસાંગાણી પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૩૦ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના શીશક ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રૂરલ એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી સહીતના સ્ટાફે શીશક ગામ પાસે વાડીનાં દરોડો પાડી વાડીની ઓરડીમાં તીનપતીનો જુગાર રમતા વાડી માલીક જયેશભાઇ ઉકાજી પઢીયાર રહે. શિક્ષક ગામ તથા શીશક ગામના, મનીષભાઇ હરેશભાઇ સાપરા, અશ્વિનીભાઇ સવજીભાઇ ભાલોળા (રહે. મોવૈયા ગોવિંદનગર તા. ગોંડલ) અશોકભાઇ બાબુભાઇ કથીરિયા (રહે. મૌવૈયા શ્રીનાથજી સોસાયટી તા. ગોંડલ) રાજાભાઇ વશરામભાઇ ધ્રાંગધ્રા (રહે. શિશક તા. કોટડાસાંગાણી, મુકેશભાઇ વિઠ્ઠલભાઇ સાપરા (રહે. મુ. શિશક ગામ), દેવાયતભાઇ મુંજાભાઇ ગઢવી (રહે.ગોંડલ ભોજરાજપરા વોરાકોટાડા રોડ), મોહનભાઇ પાંચાભાઇ ટારીયા (રહે. મૌવૈયા જુના ઝાંપે તા. ગોંડલ), સંજયભાઇ હરીભાઇ કયાડા (રહે. મુ. નવાગામ, તા. ગોંડલ), જશાભાઇ ભીખાભાઇ ગોલતર (રહે. મૌવૈયા ગોવિંદનગર તા. ગોંડલ), સામતભાઇ કનુભાઇ સુસરા (રહે.ર ાજકોટ દોશી હોસ્પિટલ પાસે ભોલેનાથ સોસાયટી) ને પકડી લઇ રોકડા રૂા. ૧,૦પ, ર૦૦ તથા મોબાઇલ ફોન નંબર અને ત્રણ બાઇક મળી કુલ ીક. ર, ર૦,ર૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે બીજા દરોડામાં ગામ પાસે વાડીની ઓરડીમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વાડીમાલીક ભુપતભાઇ છગનભાઇ અકબરી ( રહે. શિશક ગામ) તથા સંજયભાઈ કેશુભાઈ હિરપરા (રહે. ગોંડલ ગુંદાળા દરવાજા સરવૈયા શેરી) તથા રજનીકાન્ત મનસુખભાઈ ઠુંમ્મર(રહે. શીશક ગામ) તથા જીતેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાલાળા (રહે. મોવૈયા નીલકંઠ મહાદેવના મંદિર પાસે તા.ગોંડલ), મહેશભાઈ કાનજીભાઈ સાવલિયા (રહે. ગોંડલ ગુંદાળારોડ રૈયારૈયારાજ ડેરી પાછળ શાંતીનગર) તથા બટુકભાઈ કાબાભાઈ ભાલોડી (રહે. મોવૈયા સ.હો પાછળ તા. ગોંડલ) ને પકડી લઇ રૂ. ૪૬,૦૦૦/-ની રોકડ તથા ૭ મોબાઇલ ફોન તથા એક કાર મળી કુલ કિ.રૂ.૧,૨૨,૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રીવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસીંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા , મનોજભાઇ બાયલ, કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા તથા અબ્દુલભાઇ દ્વારા કરવામાં આવી હતી.
જયારે ત્રીજા દરોડામાં કોટસા સાંગાણી પોલીસ મથકના હેડ કોન્સ. પ્રવિણભાઇ મકવાણા તથા જીતેન્દ્રભાઇ ગોહેલ સહિતના સ્ટાફે બાતમીના આધારે કરમાળ પીપળીયા ગામમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ગામાં રહેતા બાલભાઇ રાજેશભાઇ પાતાણી, કરશણભાઇ અશોકભાઇ પાતાણી, જયોતીશભાઇ પ્રભાતભાઇ ઓળકીયા, પ્રકાશભાઇ ીધરૂભાઇ માલકીયા, ધવલભાઇ ધીરૂભાઇ પાતાણી, અક્ષરભાઇ શૈલેષભાઇ પાતાણી, દિલીપભાઇ મહેશભાઇ પાતાણી, કનૈયાલાલ ઉર્ફે કનુભાઇ ઘુસાભાઇ મકવાણાને પકડી લઇ રૂા. ૧૪૧૦૦ ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
