News of Monday, 25th August 2025
જામનગરના લાલપુરમાં ૩ અને ગીર સોમનાથના તાલાલામાં ર.૬ ની તિવ્રતાના ભુકંપ

રાજકોટ, તા., રપઃ આજે સૌરાષ્ટ્રમાં જામનગર અને ગીર સોમનાથ જીલ્લામાં ભુકંપના બે હળવા આંચકા અનુભવાયા છે. :ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, આજે સવારે ૭.૩પ વાગ્યે ગીર સોમનાથ જીલ્લાના તાલાલાથી ૧ર કિ.મી. દુર ર.૬ તિવ્રતાવાળો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જયારે જામનગર જિલ્લાના લાલપુરથી ૩૩ કી.મી. દુર ૩ તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જા કે ભુકંપની તિવ્રતા અોછી હોવાથી ખાસ કોઇ અસર થઇ ન હતી. લાંબા સમય પછી સૌરાષ્ટ્રમાં ભુકંપના બે હળવા આંચકા અનુભવાયા છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
