<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

મોરબી શિશુ મંદિર ખાતે શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ યોજાયો

મોરબી શહેર, માળિયા તાલુકો, માળિયા શહેર, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી શહેર, માળિયા તાલુકો, માળિયા શહેર, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકાના શક્તિ કેન્દ્ર સંયોજકનો અભ્યાસ વર્ગ મોરબી શિશુ મંદિર ખાતે રાખવામાં આવેલ હતો આ સમયે મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, શક્તિ કેન્દ્રના વાલી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ પાંચ મંડળના પ્રમુખ અને મહામંત્રી, મંડળના શક્તિ કેન્દ્ર સંયોજકઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તકે જુદાજુદા 6 સત્રના વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું


 

(12:52 AM IST)