<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

અમરેલીના વડીયા પંથકમાં ભૂંડ નીલગાયનો આતંક :સોયાબીનનો પાક ખોદીને ખાઈ ગયા

પંથકમાં ભૂંડ નીલગાયના આતંકથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

અમરેલીના વડીયા પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતો હરખાયા અને સારી ઉપજની આશાઓ અને અપેક્ષાઓ સેવાઈ હતી અને અચાનક આ પંથકમાં ભૂંડ નીલગાયના આતંકથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અરજનસુખ ગામના હરસુખભાઈના ખેતરમાં 8 વિઘાના સોયાબીનનો પાક ખોદીને ખાઈ ગયા અને થોડા રહેવા દીધા છે એમાં કોઈ વધે એમ નથી. રાત દિવસ આ ભૂંડ અને નીલગાયનો ત્રાસ છે.

    ખેડૂત હરસુખભાઈ પોપટભાઈ વઘાસિયાએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે નુકસાન તો થયું છે પરંતુ સરકાર પાસે કોઈ આશા કે અપેક્ષા નથી, કારણ કે સરકાર કાંઈ આપતી નથી. બે તાર બાંધીએ તો કહે છે કે તમો સોટ મુક્યા શું કરવું એ ખબર પડતી નથી. ખેતી કેવી રીતે કરવી એ મુશ્કેલી પડી રહી છે. હાલ આ અરજનસુખ ગામે ભૂંડ નીલગાયના ત્રાસથી ખેડૂતોના કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકો તૈયાર થઈ ગયા છે. પરંતુ આ ભૂંડ રોજના ત્રાસથી ખેડૂતોના પાકોને બરબાદ કરી રહ્યા છે, સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ આ ભુંડ નીલગાયના ત્રાસથી મોટી આપત્તિ આવી છે. આનાથી હવે ખેડૂતોને છુટકારો મળે એવી આશાઓ રાખી રહ્યા છે.  

 

(1:17 AM IST)