News of Tuesday, 26th August 2025
અલંગમાં એકજ ખોલીમાં રહેતા મિત્રે રૂા.૩૮૦૦ માટે મિત્રનું ઢીમ ઢાળી દીધુ!

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬ :.. જિલ્લાના અલંગ શિપ યાર્ડ ના પ્લોટ નં.૨૪ /૦ ની સામે મજૂરો ને રહેવા માટે ખોલી ઓ આવેલ છે.એ ખોલી મા યુ.પી થી અહીં પેટીયું રળવા આવેલ યોગેન્દ્ર માલી સૈની યુ.વ.૫૧ અને તેની સાથે આજ ખોલી મા ઝારખંડ નો ટેક્લાલ મહંતો બંને સાથે રહેતા હતા.બંને વચ્ચે મોડીરાત્રે રૂ.૩૮૦૦ ના મામલે ઝઘડો થયો હતો.જેને લઈ ટેક્લાલ મહંતો એ મોઢા અને માથાના ભાગે બોથડ પદાર્થ હથિયાર તરીકે ઉપયોગ કરી ને મારી દેતા લોહી લુહાણ હાલતે યોગેન્દ્ર સૈની જમીન પર પડી ને મોત ને ભેટયો હતો. આ ઘટના પોલીસ ના ધ્યાને આવે તે પહેલાજ પોતાની સાથે જ રહેતા શ્રમિક ને મોત ને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે પાડોશમાં રહેતા પરપ્રાંતીય સુનિલ નામના ઇસમ ની ફરિયાદ નોંધી ને હત્યારા ને શોધવા ક્વાયત હાથ ધરી છે. (પ-૭)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
