<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂનો જથ્‍થો ભરેલી કાર સાથે એકને ઝડપી લીધો

૧.૧૦ લાખનો દારૂ અને કાર સહિત ૬.૧પ લાખનો મુદામાલ કબ્‍જેઃ બે શખ્‍સોની શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ (નીચે બેઠેલ) સાથે વાંકાનેર તાલુકા પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે.

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૬: વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂનો જથ્‍થો ભરેલી કાર સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

મોરબીના આઇ/સી પોલીસ અધિક્ષકશ્રી પી. એ. ઝાલા દ્વારા પ્રોહીબીશન-ગુજારની અસામાજીક પ્રવૃતી નેસ્‍તનાબુદ કરવા આપેલ સુચના અન્‍વયે વાંકાનેર તાલુકા પો. સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ. બી. વી. પટેલને મળેલ હકીકત આધારે વાંકાનેર બાઉન્‍ડ્રીથી વાંકાનેર  તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ યક્ષપુરૂષનગર ગામ પાસેથી મહીન્‍દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી. કાર રજી. નંબર જીજે-૦૩-જેસી-૬૭પ૧ વાળી માંથી દેશી દારૂ લીટર પપ૦ કિં. રૂ. ૧,૧૦,૦૦૦/- તથા મહીન્‍દ્રા કંપનીની સફેદ કલરની ટી.યુ.વી. કાર કિં. રૂ. પ,૦૦,૦૦૦/- તથા ઓપો કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન કિં. રૂ. પ૦૦૦/- ગણી કુલ કિં. રૂ. ૬,૧પ,૦૦૦/-ના મુદ્‌ામાલ સાથે (૧) શામજી ઉર્ફે વિજય સુખાભાઇ સારલા રહે. નળખંભા તા. થાનાગઢને ઝડપી લીધો હતો. જયારે (ર) દશરથ રમેશભાઇ કણજરીયા રહે. સામતપર તા. સાયલા દેશિ દારૂનો જથ્‍થો ભરી આપનાર અને (ર) ઇર્શાદ ઉર્ફે ભુરો રહે. મોરબી દેશી દારૂનો જથ્‍થો મંગાવનારનું નામ ખુલતા બન્નેની શોધખોળ હાથ ધરાઇ છે.આ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના પોલીસ ઇ. બી. વી. પટેલ, સર્વેલન્‍સ ટીમના એ.એસ.આઇ. રામભાઇ મઢ, ક્રિપાલસિંહ ચાવડા, પો. હેઙ કો. કિર્તિસિંહ જાડેજા, પો. કો. બ્રીજેશભાઇ બોરીચા, રાજેશભાઇ પલાણી, અશ્વિનભાઇ રંગાણી તથા શકિતસિંહ પરમાર વિગેરે રોકાયેલ હતાં. 

(11:27 AM IST)