News of Tuesday, 26th August 2025
કાલથી સોરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ
ભકતજનો દ્વારા ગણેશજીની મુર્તિઓનું સ્થાપન કરાશેઃ દરરોજ મહાઆરતી, પુજન-અર્ચન તથા ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ તા.૨૬: રાજકોટ- કચ્છમાં કાલે તા.૨૭ને બુધવારથી શ્રી ગણેશ ભગવાનના મહોત્સવનો ભવ્યતાથી પ્રારંભ થશે. શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રી ગણેશ મહોત્સવનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું છે.
કાલે સવારથી ગણેશજીની મૃર્તિઓનું જુદા-જુદા મંડળો તથા પારિવારીક સભ્યો દ્વારા સ્થાપન કરવામાં આવશે. જેમાં કોઇ જગ્યાએ ૩ દિવસ, કોઇ જગ્યાએ પ કે કોઇ જગ્યાએ ૧૧ દિવસનો ગણેશ મહોત્સવ યોજાશે. જેમાં દરરોજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
શ્રી ગણેશ મહોત્સવમાં ગણેશજીની મૃર્તિઓનું આકર્ષક શ્રૃંગાર, મહાઆરતી, પ્રસાદ સહિતનું દરરોજ આયોજન કરવામાં આવશે.
ભાવનગર
(મુેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ મહારાજા કળષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ના ફેશન ડીઝાઈનીંગ વિભાગ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે આગામી ગણેશ ચતુર્થીને અનુલક્ષીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા અંગેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
ભારતીય સંસ્કળતિમાં દરેક તહેવારનું મહત્વ છે. આ તહેવારો સાથે વિવિધ પરંપરાઓ જોડાયેલી છે. અને તેનું વર્ણન ભારતના ધર્મશાષા માં જોવા મળે છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં જ ગણેશજીને યાદ કરે છે. પંચદેવમાં ગણેશજીનું સ્થાન છે કારણ કે ગણપતિ મંગલ દેવતા છે. ભગવાન શિવ અને પાર્વતીજીના સુપુત્ર છે. આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે.
આજના વર્તમાન સમયમાં દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થઇ ગયો છે. તેવા સમયમાં નજીવા દરે વિધાર્થીનીઓ જાતે ગણપતિને બનાવી શકે અને તેમાં માટી અને નાળીયેરના છાલાનો ઉપયોગ કરી ગણપતિ કેવી રીતે બનાવી શકાય અને તેણે વધુ સારી રીતે કલાત્મક કેવી રીતે બનાવી શકાય. આ ઉપરાંત જાતે બનાવેલ ગણપતિ વેચાણ કરીને પણ વિધાર્થીનીઓ ઇન્કમ ઉભી કરી શકે તે અંગે નો માર્ગદર્શન આપતો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં સોલંકી પૂર્વીબેને કે જે ગણપતિ આર્ટીસ્ટ છે તેમને વિધાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
