વિશાલે પિન્ટુ પાસે ખરાબ માંગણી કરી, ઇન્કાર કરતાં સાણસીથી ફટકારી હાથ ભાંગી નાંખ્યા!
અઠવાડીયા પહેલા જ યુપીથી ગોંડલમાં મજૂરી કામે આવ્યો અને વિકૃત શખ્સનો ભેટો થઇ ગયો :ગોંડલની ચકચાર મચાવતી ઘટનાઃ મજૂરી કરી મંદિરે સુઇ રહેતાં યુવાનને ચોરડી દરવાજે વિશાલનો ભેટો થયોઃ તે પોતાની સાથે રહેવા-જમવાની લાલચ દઇ રૂમ પર લઇ ગયો અને પોત પ્રકાશ્યું: ગોંડલ પોલીસે ગુનો નોંધ્યોઃ યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૨૬: ઉત્તરપ્રદેશથી અઠવાડીયા પહેલા જ ગોંડલમાં મજૂરી કરવા આવેલા યુવાનને એક શખ્સે કામ અપાવી દેવાની અને પોતાની સાથે રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવાની લાલચ આપી પોતાના રૂમ પર લઇ જઇ સાંજ પડતાં ખરાબ માંગણી કરતાં આ યુવાને ઇન્કાર કરતાં તેના પર સાણસીથી તૂટી પડી માથા, બંને હાથમાં બેફામ ઘા ફટકારતાં યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો. તબિબે નિદાન કરતાં બંને હાથમાં ફ્રેકચર થઇ ગયાનું ખુલ્યું હતું.
હુમલામાં ઘાયલ થયેલો યુવાન સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોડગા, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇએ ગોંડલ પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં ગોંડલ સીટી પોલીસે હાલ ગોંડલ ભગવતપરા લોહંગપરી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં રહેતાં મુળ યુપીના ગાઝીપુરના વતની પીન્ટુ લચ્છનભાઇ રાજભર (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ગોંડલના વિશાલ બાવળીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છ.ે
પીન્ટુએ જણાવ્યું છે કે હું છુટક મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. મારા ભાઇઓ, બહેનો અને માતા-પિતા વતન યુપીમાં રહે છે. મારે સંતાનમાં એ દિકરો અને એક દિકરી છે. મારી પત્નિ અને બાળકો પણ યુપીમાં વતનમાં રહે છે. હું આઠેક દિવસથી વતનથી ગોંડલ ખાતે મજૂરી કામ કરવા આવ્યો છું. ગોંડલમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કરી લોહંગણરી આશ્રમ ખાતે જમીને ત્યાં જ સુઇ જતો હતો. સોમવારે ૨૫મીએ સવારે હું મજૂરી કરવા નીકળ્યો હતો. પણ કામ ન મળતાં સવારે નવેક વાગ્યે ગોંડલ ચોરડી દરવાજા પાસે બેઠો હતો.
આ સ્થળે મને એક શખ્સ મળ્યો હતો અને તેણે પોતાનું નામ વિશાલ બાવળીયા હોવાનું કહી મારી સાથે વાત કરી હતી. મેં તેને કોઇ કામ હોય તો બતાવવાનું કહેતથાં વિશાલે કહેલુ કે ભગવતપરામાં મારો શો રૂમ છે અને હું એકલો જ રહુ છું, તું મારી સાથે આવ ત્યાં જમી લેજે અને મારી ાસથે જ રહેજે. મારી પાસે કોઇ આશરો ન હોઇ મને તેની વાત પર ભરોસો આવી જતાં હું તેની સાથે તેના રૂમ પર ગયો હતો. સાંજે સાતેક વાગ્યે હું અને શિવાલ તેના ઘરે હતાં ત્યારે વિશાલ મારી પાસે આવી અવેધ (ખરાબ) માંગણી કરવા માંડયો હતો.
મેં તેને આવુ ન બોલવા કહેતાંતે એકદમ ઉશ્કેરાઇ ગયોહ તો અને ગાળો દેવા માંડયો હતો. બાદમાં તેના રૂમમાં લોખંડની સાણસી પડી હોઇ તે ઉપાડીને મને આડેધડ ઘા ફટકારવા માંડતાં માથામાં ઇજા થઇ હતી. મારથી બચવા મેં બંને હાથ આડા રાખતાં તેણે બંને હાથ પર સાણસીના ઘા મારતાં મંને ગંભીર ઇજાઓ થઇ હતી. માથામાં પણ ત્રણ ચાર ઘા મારી દીધા હતાં જેથી લોહી નીકળવા માંડતાં હું જેમ તેમ કરી ત્યાંથી ભાગી નીકળ્યો હતો અને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરે મને બંને હાથ, માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર થવા જણાવ્યું હતું. બાદમાં મને રાજકોટ ખસેડાયો હતો. અહિ તબિબે નિદાન કરતાં બંને હાથ ભાંગી ગયાનું જણાયું હતું.
મને રૂમમાં આશરો આપવાના બહાને અને કામ શોધી આપવાના બહાને વિશાલે તેના રૂમ ખાતે લઇ જઇ બાદમાં મારી પાસે ખરાબ માંગણી કરતાં મેં ઇન્કાર કરતાં મારા પર સાણસીની તૂટી પડયો હતો અને બંને હાથમાં ફ્રેકચર કરી નાંખ્યુ઼ હતું. તેમ વધુમાં પિન્ટુએ કહેતાં ગોંડલ પોલીસના એએસઆઇ જે. કે. પુરોહિતે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
