<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

લોધીકા બસ સ્‍ટેન્‍ડથી સાંગણવા ગામ સુધીનો ડામર રોડ કમર તોડ

સતત વાહનોની અવરજવરવાળા લોધીકાથી સાંગણવા રોડ અતિ બિસ્‍માર હાલતમાં હોવાથી તુરંત પેવર રોડ કરવા લોધીકા તાલુકા શિવસેનાની રજૂઆત

(સલીમ વલોરા દ્વારા)લોધીકા તા.૨૫: લોધીકા તાલુકાનો અતિ મહત્‍વનો રસ્‍તો ગણાતો લોધીકા થી સાંગણવાનો જે અત્‍યારે કમર તોડ રસ્‍તો કહેવાય છે હાલ  ચોમાસાની સીઝન ચાલી રહી હોય ત્‍યારે લોધિકા બસ સ્‍ટેન્‍ડ થી સાંગણમાં ગામ સુધી ના રોડ ઉપર મસ મોટા ખાડા પડી ગયેલ હોય ચોમાસામાં ખાડા ની અંદર પાણી ભરાતા વાહન ચાલકો ને પાણીની અંદર ખાડા ન દેખાતા હોય જેથી નાના-મોટા અકસ્‍માતો સર્જાય છે.

 આ અંગે લોધિકા તાલુકા શિવસેના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપપ્રમુખ અશોકભાઈ વસોયા એ કરેલ રજૂઆત મુજબ તુરંત યોગ્‍ય પેવર રોડ કરવાની શિવસેનાની માંગણી થયેલ છે.

 જે હાલ લોધીકા બસ સ્‍ટેશન થી સાંગણવા ગામ સુધીનો રોડ અતિ મહત્‍વનો ગણાય છે જેમકે મેટોડા જીઆઇડીસી શાપર જીઆઇડીસી અતિ મહત્‍વનો માર્ગ ગણાય છે અને જીઆઇડીસી માં કામ કરતા લોકોનો અતિ મહત્‍વનો માર્ગ ગણાય છે.

 જે અત્‍યારે લોધીકા બસ સ્‍ટેન્‍ડ થી સાંગણવા ગામ સુધી રસ્‍તો કમર તોડ ગણાય છે હાલ જે તે સમયે રસ્‍તાનુ સમારકામ કરેલું હતું તે એક જ વરસાદમાં ધોવાયેલ છે  જેને યોગ્‍ય કરવા લોધિકા તાલુકા શિવસેના ની માંગણી થયેલ છે.

(11:41 AM IST)