<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત રક્‍તદાનનો ગિનિશ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ નોંધાશે

ચોટીલા થાનગઢમાં મહાનુભાવોએ દિપ્રાગટય સાથે રક્‍તદાનનો પ્રારંભ કરાવ્‍યો બંન્ને તાલુકાનાં ૧૦૨ બોટલ રક્‍તદાન થકી રક્‍તદાતાઓ સહભાગી બન્‍યાં

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૨૫:  પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્‍તદાનના એક અનોખા મહાઅભિયાનનો પ્રારંભ થયો છે, જેનો ઉદ્દેશ્‍ય માત્ર ૧૦૦ કલાકમાં ૧ લાખ યુનિટ રક્‍ત એકત્ર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરવાનો છે.

આ અભિયાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવશાળી સીમાચિホ સાબિત થશે.આ મહાઅભિયાનની શરૂઆત ૧૭ ઓગસ્‍ટના રોજ દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી જે.પી. નડ્ડા ના હસ્‍તે થઈ હતી. આ અભિયાન ૨૨ થી ૨૫ ઓગસ્‍ટ, ૨૦૨૫ સુધી ચાલશે અને તેમાં ભારત અને નેપાળના ૨૦૦૦ થી વધુ સેવા કેન્‍દ્રો જોડાઈને માનવતાની મિશાલ બની આ ભવ્‍ય સેવામાં યોગદાન આપી રહ્યા છે.

આ મહાન સંકલ્‍પનો પાયો બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્‍ય પ્રશાસિકા, વંદનીય દાદી પ્રકાશમણિજીની ૧૮મી સ્‍મૃતિ દિન નિમિત્તે રાખવામાં આવ્‍યો છે. દાદીજીની સ્‍મૃતિ દિન (૨૫ ઓગસ્‍ટ, ૨૦૨૫) ને સંસ્‍થા ‘વિશ્વબંધુત્‍વ દિવસ' તરીકે ઉજવે છે અને આ દિવસે રક્‍તદાનનું આ મહાઅભિયાન એક ખાસ અંજલિ સમાન છે.

આ અભિયાનના ભાગરૂપે, બ્રહ્માકુમારીઝ સંસ્‍થા ચોટીલાના મુખ્‍ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરાદીદી અને ઉમાદીદીના માર્ગદર્શન હેઠળ શનિવારના થાનગઢ અને ચોટીલા ખાતે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સતત વરસતા વરસાદમાં ટાઇમ પુરો થઇ ગયો છતા પણ ગ્રામજનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ રક્‍તદાન કરીને સમાજ પ્રત્‍યેની પોતાની જવાબદારી નિભાવી હતી.

આ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. થાનગઢ ખાતે પદ્મશ્રી શાહબુદિનભાઇ રાઠોડ, વેપારી મંડળના પ્રમુખ શુભાષભાઇ શાહ, નગરપાલિકાના પ્રમુખ પ્રધુમનસિહ રાણા, થાનગઢ લાયન્‍સ કલ્‍બના સભ્‍ય ધર્મરાજસિહ જાડેજા, વાસુકી મંદિરના મહંત નિરજગીરીબાપુ તેમજ ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણી, કિરીટસિહ રહેવર, ચામુંડામાતા મહંત અશ્વિનગીરીબાપુ , ગૌસેવા તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા હરેશભાઇ ચૌહાણ, અનકભાઇ ખાચર, મહિપતસિંહ, દીપ પ્રાગટ્‍ય કરીને શિબિરનો શુભારંભ કરાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહેમાનોનું બ્રહ્માકુમારી મીરાદીદીએ ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું અને ચોટીલા અને થાનગઢના રકતદાતા તરફથી ૧૦૨ બોટલનુ સંસ્‍થાને રકતદાન મળ્‍યુ હતું તે બદલ સર્વ રકતદાતાઓનો બ્રમાકુમારી સંસ્‍થા દ્વારા આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

બ્રહ્માકુમારીઝની માનવ કલ્‍યાણની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ૧૩૦ થી વધુ દેશોમાં વિસ્‍તરેલી છે, અને આ રક્‍તદાન મહાઅભિયાન તેમનો માનવતા પ્રત્‍યેનો ઊંડો પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. આ પ્રવૃત્તિ સમાજમાં સકારાત્‍મકતા અને પરોપકારની ભાવનાને પ્રોત્‍સાહન આપી રહી છે.

(11:56 AM IST)