<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

બીલખા પાસેના બેલામાં યુવકની હત્‍યા મામલે મહિલા સહિત ૫ શખ્‍સ રિમાન્‍ડ પર

પોલીસે આરોપીઓને સ્‍થળ પર લઈ જઈ ગુનાનું રિ-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૬ : બીલખા પાસેના બેલા ગામે યુવકની હત્‍યા મામલે પોલીસે મહિલા સહિત ૫ આરોપીને રિમાન્‍ડ પર મેળવી અને સ્‍થળ પર લઈ જઈ ગુનાનું રિ-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતુ.

જૂનાગઢમાં ખલીલપુર રોડ ખાતેની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ ભાનુશંકરભાઇ સાંકળીયા, તેના ભાઈ અશ્વિનભાઈ, તેમજ નિતેશભાઈ શનિવારે બીલખાના બેલા ગામે બીલનાથ મહાદેવના મંદીરે પિતળ તર્પણ વિધિ કરવા ગયા હતા. તે વખતે અગાઉ થયેલ ઝઘડો અને સામ સામી ફરિયાદનું મનદુઃખ રાખી બેલાના સંજય ગીરધરભાઇ તેરૈયા, તેની પત્‍ની જાગળતિબેન, પુત્રો દર્શન, જીગર, અને ભાઈ દીલીપ ગીરધરભાઇ તેરૈયાએ છરી, લોખંડની ખીલાસરી, લાકડાના ધોકાથી હુમલો કરી  ત્રણેય ભાઇને ગંભીર ઇજા થતા જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન અશ્વિનભાઈનું મૃત્યુ થતાં બનાવ હત્‍યામાં પલટાયો હતો.

 ઘટના અંગે બીલખા પોલીસે ભાવેશભાઈની ફરિયાદ લઈ મહિલા સહિત ૫ શખ્‍સ સામે હત્‍યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન

રવિવારે મોડી રાત્રે બીલખા પીએસઆઇ ચુડાસમા અને ટીમે યુવાનની હત્‍યા કરનાર સંજય ગીરધરભાઇ, તેના પુત્રો દર્શન,, જીગર અને ભાઈ દીલીપ ગીરધરની અને સવારે મહિલાની ધરપકડ કરી હતી.

ગઈકાલે૫ દિવસના રિમાન્‍ડની માગણી સાથે સોમવારે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા આજે બપોર સુધી ૧ દિવસના રિમાન્‍ડ મંજૂર થતા પોલીસે આરોપીઓને સ્‍થળ ઉપર લઈ જાય ગુનાનું રિ-કન્‍સ્‍ટ્રક્‍શન કરાવ્‍યું હતું.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:15 PM IST)