<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સાવરકુંડલાના વંડા ગામે આમઆદમી પાર્ટીની સભા

 

સાવરકુંડલા,તા.૨૬: વંડા મુકામે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા રાખવા મા આવેલ છે આ સભા માં આમ આદમી પાર્ટીના મહાનુભાવો ઉપસ્‍થિત રહેવાનું સાવરકુંડલા શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખોની યાદીમાં જણાવેલ હતું

તાજેતરમાં વિસાવદર મત વિસ્‍તારની પેટા ચૂંટણીમાં ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયા ની વાહ વાહ થવા લાગી છે ત્‍યારે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાના ભાગ રૂપે વંડા ગામમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા રાખવા મા આવેલ છે આ જાહેર સભામાં વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી ના રાષ્‍ટ્રીય જોઈટ સેક્રેટરી મનોજ ભાઈ સોરઠિયા. પ્રદેશ મહામંત્રી રાજુભાઈ સોલકી પ્રદેશ અગ્રણી કાંતિભાઈ સતાસીયા અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ વિધાનસભાના પ્રભારી ઓધવજીભાઇ રાદડીયા  વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહેશે તેમ સાવરકુંડલા શહેર પ્રમુખ વિપુલભાઈ વિરાણી અને તાલુકા પ્રમુખ દિલીપભાઈ લહેરીની સંયુક્‍ત યાદીમાં જણાવેલ હતું.

(1:04 PM IST)