<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ

પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા: અંદાજિત 1700 થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણથી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા

  અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ સાથે પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામ આસપાસ અંદાજિત 1700 થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ થી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  ગામમાં લગભગ બે હજાર થી વધુ પશુધન છે. પશુધનને ચરાવવા માટેની જમીન પર દબાણ થયેલ હોવાથી આજે પશુપાલકો અને ગ્રામજનો પોતાના પશુધન સાથે સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પશુપાલકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુંગા પશુઓની ગૌચરની જમીન ખાલી કરાવવા ની માંગ કરી હતી

(7:38 PM IST)