<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

મોરબીના કૃષ્ણનગર-ગુંગણમાં પશુઓના પીવાના પાણી અને પેવર બ્લોક માટે રૂ.5 લાખની ગ્રાન્ટ ફાળવાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  કૃષ્ણનગર-ગુંગણ ગામના જડેશ્વર મંદિરે જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયાએ વડીલો સાથે વાર્તાલાપ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. આ વેળાએ તેઓએ ગૂંગણમાં અબોલ પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂ.2 લાખ અને કૃષ્ણનગરમાં પેવર બ્લોકના કામ માટે રૂ.3 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. આ ઉપરાંત તેઓએ જડેશ્વર મહાદેવની આરતીનો લાભ લીધો હતો. તેમ યાદીમાં જણાવાયુ છે

(12:40 AM IST)