તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
બ્રહ્માકુમારી સંસ્થા મોરબી દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : બ્રહ્માકુમારી સંસ્થા, હેડ-ક્વાર્ટરના મુખ્ય સંચાલિકા આદરણીય દાદી પ્રકાશમણિજીની 18મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત સમગ્ર ભારત દેશમાં વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ.
જેમાં મોરબીમાં શ્રી બ્લડ સેન્ટર અને સંસ્કાર બ્લડ સેન્ટર ખાતે બ્રહ્માકુમારી સંસ્થા મોરબીના બી.કે ઉષા દીદી, બી.કે અલ્કા દીદી, બી.કે સમજુ દીદી, બી.કે જુલી દીદી, બી.કે આયુષી દીદી તથા અન્ય આગેવાનો દ્વારા આ મહાન પુણ્ય કાર્યનુ દિપ પ્રજ્વલિત કરી રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં અનેક લોકોએ(૫૩) રક્તદાન કરીને મહા પુણ્ય કરી ખરા અર્થમાં વિશ્વ બંધુત્વ દિવસ ઉજવ્યો છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
