<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

બોટાદના યુવાનને એકના ડબલ રૂપિયાની લાલચમાં શીશામાં ઉતારનાર કચ્છની ચીટર ગેંગ ઝડપાઈ :જુઓ વિડીયો

બોટાદના અશ્વિન બાવળીયાને ઈન્સ્ટા ઉપર ખોટું હિન્દુ નામ ધારણ કરી અંજાર બોલાવી કુખ્યાત ચીટર ગેંગે લૂંટી લીધા હતા, ખોટા લોભ લાલચમાં નહીં ફસાવવા લોકોને અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ :  કચ્છના અંજારની ચીટર ગેંગ દ્રારા 'એક ના ડબલ" રૂપિયા આપવાના નામે લોકોને વિશ્વાસમાં લઈ કાવતરૂ રચી છેતરપીંડી (ચીટીંગ) ક૨તા અંજારના ચીટર ગેગના આરોપીઓને શોધી ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ અંજાર પોલીસે ઉકેલી લીધો છે. ગઈ તા.૨૪/૦૮/૨૦૨૫ ના રજીસ્ટર થયેલ જે ગુનાના ફરીયાદી અશ્વીનભાઈ રાજુભાઈ બાવળીયા ઉ.વ.૨૪ રહે. પકાશેઠની વાડી, ઢાકણીયારોડ, બોટાદ નાઓને અંજારની ચીટર ગેંગ દ્રારા ઈસ્ટાગ્રામના માધ્યમ દ્રારા ખોટા નામધારણ કરી મિત્રતા કેળવી સંર્પક કરી વિશ્વાસમાં લઈ 'એક ના ડબલ'રૂપિયાની લાલચ આપી ફોસલાવી અંજાર મુકામે બોલાવી ફરીયાદી સાથે ચીટર ગેંગ દ્રારા એક જુથ થઈ કાવતરૂ રચી ખોટા નામ ધારણ કરી ફરીયાદી પાસેથી રૂ.૨, ૫૦, ૦૦૦/- બળજબરીથી કઢાવી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી છેતરપીંડી વિશ્વાસઘાત થયેલ હોવાનુ ફરીયાદી દ્રારા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી. જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ઇસમોને શોધી કાઢવા સુચન કરેલ હોઈ જે સંબધે અંજાર પોલીસ દ્રારા પોતાના હ્યુમન સોર્સીસ આધારે તેમજ ફરીયાદીએ જણાવેલ આરોપીઓના વર્ણન આધારે ચીંટીગ ક૨તા ઇસમો પર વોચ રખાવી સચોટ બાતમી આધારે ગુનાને અંજામ આપેલ ચીટર ગેંગના બે આરોપી શોધી કાઢી તેમજ ચીટીંગ ક૨તી વખતે ખોટા નામ ધારણ કરી ઉપયોગમાં લેતા આધારકાર્ડ તેમજ અન્ય નીચે મુજબના મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છેપકડાયેલ આરોપીઓ :-(૧) શબ્બીર હુશેન શાહીબશા શેખ ઉ.વ.૨૮ રહે. ગામ- કનૈયાબે તા.ભુજ કચ્છ (૨) રમજાન સાલેમામદ કાલ ઉ.વ.૩૧ રહે. શેખ ટીંબો ગરાસીયાવાસ અંજાર કચ્છ (જયેશભાઈ ખોટુ નામ ધારણ કરનાર)

જ્યારે હજી પકડવાનો બાકી મુખ્ય આરોપી (૩) શબીર ઉર્ફે પીચુ સુલતાનશા શેખ રહે.ગામ-કનૈયાબે તા. ભુજ કચ્છ (સાગરભાઈ ખોટુ નામ ધારણ કરનાર ) કબ્જે કરેલ મુદ્દામાલ:-

 

(૧) ૫૦૦ ના દરની ચલણી નોટના સાઈઝના કોરા કાગળના બંડલ નંગ-૧૦ डि.३.००/- (૨) કોરા કાગળના બંડલની ઉપર-નીચે રાખેલ સાચી ૫૦૦ ના દરની નોટ નંગ-૨ ३.૧૦૦૦/-

ગુનાહિત ઈતિયાસ :- પકડાયેલ આરોપી રમજાન સાલેમામદ કાલ રહે. અંજાર વાળાનો ગુન્હાહિત (૧) મુન્દ્રા પો.સ્ટેગુ.૨.નં.૧૧૨૦૫૦૩૨૨૧૧૧૬૭/૨૦૨૧ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ આઈ.પી.સી. કલમ (૨) ભુજ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૫૦૪૩૨૩૦૩૫૭/૨૦૨૩ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ (૩) કંડલા મરીન પો.સ્ટે. ગુ.૨.ન.૧૧૯૯૩૦૧૩૨૪૦૦૩૭/૨૦૨૪ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ગુનાને અંજામ આપવાનો હેતુ ઉપરોક્ત આરોપીઓએ પૈકી મુખ્ય આરોપી શબીર ઉર્ફે પીચુ સુલતાનશા શેખએ તેઓના સાગરીતો સાથે મળી કાવતરૂ રચી માધ્યમ દ્રારા ખોટા નામધારણ કરી મિત્રતા કેળવી સંર્પક કરી વિશ્વાસમાં લઈ 'એક ના ડબલ"રૂપિયાની લાલચ આપી ફોસલાવી તેના સાગરીતોના ખોટા નામ ધારણ કરાવી જુદા જુદા લોકો સાથે ‘ઈન્સ્ટાગ્રામ' ઉપર મિત્રતા કરી વિશ્વાસમાં લઈ ફોસલાવી આર્થીક લાભ સારૂ લોકોને અંજાર મુકામે બોલાવી લોકો પાસેથી રૂપિયા પડાવી લેવાની ટેવ ધરાવે છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેકટર વાય.પી.ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:31 AM IST)