News of Wednesday, 27th August 2025
અંજારમાં સ્પા ની આડમાં લલનાઓ દ્વારા દેહ વિક્રયનો ધંધો: ૨ ગ્રાહક અને મહિલા મેનેજર સાથે ૪ ઝડપાયા
આસામની ૨ અને બંગાળની ૨ એમ ૪ યુવતીઓને મુક્ત કરાવાઈ : ડમી ગ્રાહક મોકલી પોલીસે દરોડો પાડ્યો

(ભુજ) પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સ્પા ની આડમાં દેહ વિક્રય સાથે વેશ્યા વૃત્તિ નો ગેર કાયદે કારોબાર વિકસ્યો છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે અંજારના મેઘપર બોરીચી મધ્યે સ્પા ની આડમાં ચાલતા દેહ વિક્રયનો ધંધો ઝડપી પડ્યો છે. કષ્ટભંજન ગેસ્ટ હાઉસ ઉપર ચાલતા સ્પા માંથી પોલીસે આસામ અને બંગાળની ૪ યુવતીઓને મુક્ત કરાવી છે. ડમી ગ્રાહક મોકલી પોલીસે પાડેલા દરોડામાં મૂળ ભુજના રાવલવાડીના રહેવાસી અને હાલ આ સ્પા માં મહિલા મેનેજર એવા કિરણબેન ઉર્ફે માયાબેન જયંતી રાજગોર તેમ જ પાટણના ધીરુ ભોજા ડાંગરને ઝડપ્યા હતા. અહીં સ્પા માં શરીર સુખ માણવા આવેલા બે ગ્રાહકો અંજારના રવિ નીતિન ઠક્કર અને જાવેદ હુસેન મહેબુબશા શેખ પણ ઝડપાયા હતા. પોલીસે ચારેય ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
