<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ધ્રોલ-જોડીયા રોડ ઉપર ટ્રક હડફેટે બાઇક ચાલક રમેશ ડાંગરનું મોત

આહીર પરિવારમાં ઘેરો શોકઃ ટ્રક ચાલક સામે ગુન્‍હો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૭: ધ્રોલ જોડીયા રોડ હાઇવે પર આવેલા સોના સ્‍ટોન ક્રશર પાસે ગત સાંજે બાઈક અને ટ્રકનો ભયંકર અકસ્‍માત થયું જેમાં બાઇક સવાર રમેશભાઈ ધીરજલાલ ડાંગર ઉ.વ. ૩૫ નું કરુણ મળત્‍યુ થતા અરેરાટી વ્‍યાપી છે.

મળતી વિગતો મુજબ ધ્રોલના જોડિયા રોડ પર આવેલા સોના સ્‍ટોન નજીક ગત સાંજે રમેશભાઈ ધીરજલાલ ડાંગર ઉ.વ. ૩૫ રે. ગુલાબનનગર - જામનગર, નામના આહિર યુવાન તેમનું બાઈક નં જીજે-૩-જેએચ-૬૩૮૮ વાળું લઈને માવાપર ગામના પાટીયા પાસે આવેલા એમ.કે.સી કંપની માંથી ધ્રોલ તરફ આવતા હતા દરમિયાન સોના સ્‍ટોન ક્રશર પાસે રોડ પર પહોંચતાં જોડીયા તરફથી ટ્રક નંબર જીજે-૩૯-ટી-૯૦૦૪ નંબરના ચાલક પૂર ઝડપે આવતું હોય બાઈક ને પાછળ થી હડફેડ લેતા રમેશભાઈ ડાંગર ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને શરીરના ભાગ ઉપર ગંભીર ઈજા પહોંચતા તેમનું મળત્‍યુ થયું હતું. આ બનાવને લઈને ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યા હતા ત્‍યાં તેમનું મળત્‍યુ થયું હતું જે બનાવને લઈને મળતકના મોટાભાઈ મહેશભાઈ ધીરજલાલ ડાંગર રે. ગુલાબનગર જામનગરે ધ્રોલ પોલીસને જાણ કરી હતી આ બનાવને લઈને ધ્રોલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ એ.એસ.આઈ. ડી.જે.ગાગીયાએ હાથ ધરી છે.

(11:47 AM IST)