News of Wednesday, 27th August 2025
વાંકાનેરના ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે પાટુ માર્યુ
જ્ઞાનગંગા સ્કુલના સંચાલક યોગેન્દ્રસિંહ સામે માર મારી જાતિ પ્રત્યે અપમાનીત કર્યાની પોલીસમાં ફરીયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૭ : વાંકાનેર શહેરની જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતા સગીર વયના વિદ્યાર્થીને શાળા સંચાલકે રીસેસ સમયે ગુપ્ત ભાગે પાટુ મારી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે તપાસ ચલાવી છે વાંકાનેર શહેરના રહેવાસી પિતાએ વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૬ ના રોજ અંદાજે ૧૨.૪૫ થી ૧ વાગ્યાના અરસામાં ફરિયાદીનો સગીર વયનો દીકરો જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતો હોય અને રીસેસ સમયે સ્ટેચ્યુ ચોક પાસે નાસતો કરતો હતો ત્યારે આરોપી શાળા સંચાલક યોગેન્દ્રસિંહ ત્યાં આવીને ફરિયાદીના દીકરાને પેટના નીચેના ભાગે ગુપ્ત ભાગે જોરદાર પાટુ મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
