News of Wednesday, 27th August 2025
પોરબંદરના પ્રોફેસર ધવલભાઇ ભરડાની અમેરિકાના રિસર્ચ જર્નલ માટે પસંદગી
ગોઢાણિયા કોલેજનું ગોૈરવ વધારનાર, ધવલભાઇને ડો. વિરમભાઇ ગોઢાણિયાએ અભિનંદન પાઠવ્યા

પોરબંદરઃ તા.૨૭: ડો વી. આર. ગોઢાણીયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્રોલોજી કોલેજ નાં મિકેનિકલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટનાં આ સિસ્ટંટ પ્રોફેસર ધવલ ભાઈ ભરડા ની અમેરિકાના વિશ્વ પ્રસિધ્ધ થર્મલ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ એપ્લિકેશન ન્સ રિસર્ચ જર્નલમાં રિસર્ચ રીવ્યુઅર તરીકે પસંદગી થતાં કોલેજ નું. ગૌરવ વધ્યું છે.
રિસર્ચ રીવ્યુ અરની કામગીરી મા આ ‘‘રિસર્ચ જર્નલ'' મા જે સંશોધનાત્મક લેખો વિશ્વ ભરમાંથી છપાવવા આવે તે ધવલભાઇ ભરડાને મોકલવામાં આવે છે આ લેખો ચકાસીને જરૂરી સુધારા વધારા કર્યાં બાદ છાપવા યાગ્ય છેકે નહી એ અભિપ્રાય બાદ જર્નલમાં પ્રકાશિત થાય છે
અમેરિકા ની વિશ્વ પ્રસિદ્ધ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનીઝેશન છે. કક્ષા એ ‘‘મિકેનિકલ એન્જિયિરિંગની ફિલ્ડ ને લગતી પ્રોડક્ટ્સ, મિકેનિકલ પ્રક્રિયાઓ, મિકેનિકલ પાર્ટ્સ. માપન પદ્ધતિ અને ઉપકરણો (સાધનો), મશીન ચલાવવાની પદ્ધતિ, ઔધોગિક સલામતી અને કવોલિટી માટેની માન્યતા તથા પ્રમાણપત્ર આપતી સંસ્થા છે ત્યારે આવી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા મા રિસર્શ રીવ્યુ ર્અ તરીકે પસંદગી એગોૈરવ છે.
આ અગાઉ . પણ . નામાં કીત અને વિશ્વ પ્રસિદ્ધ એલ ઝવે ર દ્વારા પ્રસિદ્ધ થતા રિસર્ચ જર્નલ મા પંદર થી પણ વધારે રિસર્ચ રીવ્યુ (મિકેનિકલ એન્જિનિયર ક્ષેત્રે સંશોધનાત્મક લેખો)ની કામગીરી કરી હતી જેની રિસર્ચ રીવ્યુ ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી નાં કારણે ઉપરની સંસ્થાએ પસંદગી કરી છે.
પ્રોફેસર ધવલ ભાઈ ભરડા દ્વારા મિકેનિકલ એન્જિનિયર મા લખાયેલ પુસ્તક ‘‘ડિઝાઇન ઓફ મિકેનિકલ એ લે મેન્ટ્સ - ઈન.એસ.આઇ.યુનિટ'' ને ચંદીગઢના આંતર રાષ્ટ્રીય પબ્લિસરે પ્રકાશિત કર્યું આ પુસ્તકની કિંમત પ્રકાશકે રૂા.૫૦૦ (વિદેશનાં પાઉન્ડ ડોલર અને અન્ય ચલન) આ બુક એમે ઝોન ફ્લી પકાર્ટ એન્ડ ડબલ્યુ એફ.પી.સ્ટોર પર મળી રહેશે આ પુસ્તક એમોઝન વેબ સાઈટ પર ઉપલબ્ધ છે. ડો. વિરમભાઇ ગોઢાણિયાએ પ્રોફેસર ધવલભાઇને અભિનંદન પાઠવ્યા છે.(૩.૬)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
